પીઢ નેતા એન. ડી. તિવારીનું આજે લાંબી બિમારી બાદ થયું નિધન
Live TV
-
93 વર્ષના તેઓ ત્રણ વખત યુપી અને એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એન. ડી. તિવારીનું આજે લાંબી બિમારી બાદ નિધન થયું છે. સંજોગોવસાત આજે તેમનો જન્મદિવસ પણ હતો. તેઓ 93 વર્ષના હતા. તેઓ ત્રણ વખત યુપી અને એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. 1976માં પહેલીવાર તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા હતા. ઉત્તરાખંડમાં તેમની છબી એક વિકાસ પુરૂષ તરીકે હતી. એન. ડી. તિવારીના મૃત્યુ પર અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.