સ્વચ્છ ભારતના ભાગ રૂપે મહિલાઓને સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે કરાયું વિતરણ
Live TV
-
મહિલાઓમાં આ કુદરતી પ્રક્રિયાની જાગૃતિ તેમજ સ્વચ્છતાના ખ્યાલ અંગેની સમજ આપવાની સાથે મહિલાઓને સેનેટરી નેપકીન વાપરવાના લાભ અંગે વિસ્તૃત જાણકારી અપાઈ
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના સ્વચ્છ ભારત બનાવાના સ્વપ્નના ભાગ રૂપે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગુંજ સોશ્યલ ગ્રૂપના ગરબામાં 5000 થી વધુ મહિલાઓને સેનેટરી નેપકીન નું વિના મૂલ્યે વિતરણ કરવા આવ્યું. મહિલાઓમાં આ કુદરતી પ્રક્રિયાની જાગૃતિ તેમજ સ્વચ્છતાના ખ્યાલ અંગેની સમજ પણ આપવામાં આવી હતી. આવનારી મહિલાઓને સેનેટરી નેપકીન વાપરવાના લાભ અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી. હજુ પણ ઘણી મહિલાઓ સેનેટરી નેપકિન વાપરવામાં શરમ સંકોચ અનુભવે છે, તેને દૂર કરવા નવરાત્રીના અંતિમ બે દિવસ 10000 સેનેટરી પેડ નું વિતરણ આવશે.