સોમનાથના સાન્નિધ્યમાં આવેલા રામમંદિરે વિજયા દશમીની ભવ્ય ઉજવણી
Live TV
-
ભગવાન રામનુ મહાપૂજન, છપ્પનભોગ શૃંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
દેશ ના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવની સાનિધ્યમાં આવેલા નવનિર્મીત રામ મંદીર ને એક વર્ષ પૂર્ણ થતા વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામનુ મહાપૂજન, છપ્પનભોગ શૃંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, વેરાવળના સાંઇનાથ ગૃપ દ્વારા પ્રાચીન વાદ્યો સાથે સાંજે વિજય આરતી કરવામાં આવી હતી. જ્યારે પ્રભાસપાટણના સ્થાનિક યુવાનો ભગવાન રામ તથા સાથી મંડળના વસ્ત્ર પરિધાનમાં જોડાયા હતા. જેમની સાથે સેલ્ફી લેવા બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ સાથે જ રામ મંદિરની સામેના મેદાનમાં રાવણ, ઇન્દ્રજીત અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોમાં સ્થાનિકો, યાત્રિકો અને ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા