અમદાવાદમાં સ્વામીનારાયણ મંદિરમાં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રોનિક્સ હિંડોળાનું આયોજન
Live TV
-
હિન્દુ ધર્મમાં મંદિરોમાં હિંડોળાનું અનેરૂ મહત્વ છે.અમદાવાદમાં બાપુનગર સ્વામીનારાયણ મંદિરમાં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રોનિક્સ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મમાં મંદિરોમાં હિંડોળાનું અનેરૂ મહત્વ છે.અમદાવાદમાં બાપુનગર સ્વામીનારાયણ મંદિરમાં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રોનિક્સ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામીનારાયણના 12 સ્વરૂપોના હિંડોળા ઉપર ઝુલતા દર્શન કરી શકાય છે. ઇલેક્ટ્રીક લાઇટોની થીમ ઉપર હિંડોળા બનાવવામાં આવ્યા છે. જેમાં સ્માર્ટ સિટી અમદાવાદ કેવું હોય સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ પાણી બચાવો પર્યાવરણ બચાવો ઉપર પણ પ્રદર્શન યોજાયું છે. જેનાથી વધુમાં વધુ લોકો જાગૃત થાય. મોટી સંખ્યામાં લોકો હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. હિંડોળા હરિ ભક્તોએ જાતે તૈયાર કરેલા છે. તે માટે કોઈ કારીગર બહારથી બોલાવવામાં આવ્યા નથી.