દ્વારકાની સામાજિક સંસ્થા દ્વારા કવિસંમેલનનું કરાયું આયોજન
Live TV
-
કવિ સંમેલનમાં કવિતાઓ ઉપરાંત શાયરીઓ તેમજ ગઝલની સાથે પ્રેમ અને હાસ્યસભર કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા.
દ્વારકાની સામાજિક સંસ્થા દ્વારા કવિસંમેલનનું આયોજન કરાયું હતું જેમાં દ્વારકાનાં કવયિત્રી મેગી આસ્નાની અમદાવાદના વિરલ દેસાઈ સહિતના કવિઓએ પોતાની કવિતાઓનો આસ્વાદ કરાવ્યો હતો. જેમણે ગુજરાતી ઉપરાંત હિન્દી તથા ઉર્દૂમાં પણ કવિતાઓ રજૂ કરી હતી. કવિ સંમેલનમાં કવિતાઓ ઉપરાંત શાયરીઓ તેમજ ગઝલની સાથે પ્રેમ અને હાસ્યસભર કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા.