ભારતીયનૌ સેનાની છ જાંબાઝ સાહસિક મહિલાઓ નૌકામાં વિશ્વ પરિભ્રમણ કર્યું
Live TV
-
સન્માન માટે જામનગરના આંગણે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..
જામનગરના આંગણે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીયનૌ સેનાની છ જાંબાઝ સાહસિક મહિલાઓ જેમને સઢવાલી નૌકામાં વિશ્વ પરિભ્રમણ કર્યું છે તેઓનો સન્માન સમારોહ યોજાયો. આઈ.એન.એસ.વાલસુરા, જામનગર મહાનગર પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર નાં સંયુક્ત ઉપક્રમે શક્તિ સ્વરૂપ નૌસેના ની છ જાંબાઝ મહિલાઓના દિલધડક, અચંબામાં પાડી દે તેવા અનુભવો સ્વમુખે સાંભળવા મળ્યા હતા સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડીયા ને સાકાર કરતી સ્વદેશી બનાવટ ની બોટ એટલે 'તારિણી' બોટ જેનું નિર્માણ ગોવાની એક્વેરીયાર્સ શિપયાર્ડ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું છે છ સઢ સાથેની આ તારિણી બોટ ૬૫ ફૂટ લાંબી છે તેને ફેબ્રુઆરી ૨૦૧૭ માં ભારતીય નૌકાદળ માં સામેલ કરવામાં આવી હતી આ તારીણી બોટ અદ્યતન સુવિધા સજ્જ બોટ છે નૌસેના ની આ છ જાંબાઝ મહિલાઓ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ગોવાથી વિશ્વપરીભ્રમણ માટે નીકળી હતી. આ ટીમ પરત આવતાં ભારત સરકાર ના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ ભાઈ હિન્ડોચા, શિક્ષણ સમિતિ ના ચેરમેન વસંતભાઈ ગોરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શાળાનાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો સાથે સવાલ જવાબ કર્યા હતા