ઈન્ડો-બ્રિટન પાર્ટનરશીપ પર એક પરીસંવાદ યોજાયો
Live TV
-
આ કાર્યક્રમમાં એશિયન વોઈસના માનદ તંત્રી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પણ ભાગ લીધો હતો.
લંડનથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પબ્લીશર એડિટર સી.બી.પટેલ દ્વારા ઈન્ડો-બ્રિટન પાર્ટનરશીપ પર એક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના AMA ખાતે યોજાયેલા આ પરીસંવાદમાં ડેમોક્રેટીક પાર્ટીના લીડર લોર્ડ નવનીત ધોળકીયા અને બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર અમદાવાદ જ્યોફ વેઈન ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં એશિયન વોઈસના માનદ તંત્રી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઈન્ડિયન પ્રોફેસર ફોરમના પ્રમુખ મોહન કૌલે કહ્યું, કે બ્રેક્ઝિટના કારણે ભારત અને બ્રિટનના સંબોધોમાં પરિવર્તન આવશે. કારણ કે યુરોપીયન યુનિયનના હસ્તક્ષેપ વગર ભારત યુકે સાથે સંબંધો વિકસાવી શકશે. લોર્ડ ધોળકિયાએ જણાવ્યું કે આપણે બન્ને દેશોના ભૂતકાળને પાછળ રાખીને બન્ને દેશોની સમાનતા સાથે કામ કરવાની તકો પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આજે યુકેનું કોઈ ક્ષેત્ર એવું નથી , કે જેમાં ભારતીય સમાજનું પ્રદાન ન હોય. પરિંસંવાદના આ કાર્યક્રમમાં, મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.