મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો
Live TV
-
બીજા સૌથી મોટા ઉમિયાધામ તરીકે ઓળખાતા મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો હતો. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા રથ લઇને દર્શન કરવા માટે સૌપ્રથમ શરૂઆત ઊંઝાના ઉમિયા ધામ ખાતે સત્તાવન વર્ષ પહેલા કરાઈ હતી.
આ વખતે પ્રથમવાર મોડાસાના ઉમિયાધામ પહોંચ્યો હતો,, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા ગામેથી પહોંચેલા સંઘના માઇ ભક્તોએ ઉમિયા મંદિરમાં ધજા પણ ચઢાવી હતી,, અને ગરબાની રમઝટ સાથે માની આરાધના કરી હતી.