ચાવંડ ગામના હસુભાઈ બિઝનેસમેનમાંથી બન્યા ખેડૂત, ખેડૂતોને આપી નવી દિશા
Live TV
-
જો ખેડૂત જાગૃત હોય તો એ ચોક્કસ જગતનો તાત છે એવું સાબિત કરે છે. એક બિઝનેસમેનમાંથી ખેડૂત બનેલા ચાવંડ ગામના હસુભાઈ નારીયા ખેડૂતોને નવી દિશા આપે છે.
પોતાના પિતાજીના અવસાન બાદ ખેતીની જવાબદારી આવી પડી પણ માહિતી વગર ખેતી કરવાને બદલે માહિતી સાથે વેજીટેબલ ખેતી શરૂ કરીને કારેલા, ટમેટા તેમજ ભીંડાની ખૂબ જ પદ્ધિતસરની ખેતી ઓછા ખર્ચે અને સરકારી યોજનાઓનો લાભ મેળવીને સુંદર ખેતી કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક બેગણી થાય એ ધ્યેય પર કામગીરી કરીને બેગુણી આવક મેળવી રહ્યા છે. તેઓ દર વર્ષે રૃપિયા 30 લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમના મજૂરો પણ વર્ષે રૃપિયા સાત લાખ કમાણી કરી રહ્યા છે.