અજરામર યુવા જૈન સંઘે બ્લડ કેમ્પ થકી ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી
Live TV
-
આજે ફ્રેન્ડશિપ ડે છે, ત્યારે યુવાઓ જુદી જુદી રીતે ફ્રેન્ડશીપ ડે મનાવે છે, ત્યારે અજરામર યુવા જૈન સંઘ દ્વારા નારાયણ કામેશ્વર મહાદેવના હોલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ બ્લડ ડોનેટ કરીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી.
આ અંગે અજરામર યુવા જૈન સંઘના કન્વીનર ગૌરાંગ મહેતાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 370 બોટલ એકત્રીત કરી હતી. સમાજના ઉમદા કાર્યોમાં પોતાનું યોગદાન આપે તેમજ તેનાથી પ્રેરણા મળે તે માટે આ બ્લડ કેમ્પ યોજાયો છે.