મોરબી સરકીટ હાઉસ ખાતે સંવાદસેતુ કાર્યક્રમનું આયોજન
Live TV
-
મોરબી સરકીટ હાઉસ ખાતે ગઇકાલે વિચરતી વિમુકત જાતીના ચેરમેન લક્ષમણભાઈ પટણીની અધ્યક્ષતામા વિશેષ સંવાદસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે ચેરમેન પટણીએ સરકારના વિવિધલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.
તેમણે સમુદાયને વ્યસન અને કુરિવાજોને તિલાંજલી આપી સરકાર દ્વારા છેવાડાના આમ આદમી માટેની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે શિક્ષણ ઉપર પણ ભાર મૂકતા પ્રાથમિક શિક્ષણ બાદ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહનરૂપ શિષ્યવૃત્તિ સહિત વિચરતી વિમુકત જાતી માટે સ્થાયી જીવન માટે પ્લોટ,મકાન સહાય સહિત તેમના વારસાગત હુન્નરને પ્રોત્સાહિત કરતી વિવિધ યેજનાની પણ આ તકે માહિતી આપી હતી.