નિઝરમાં ઉજવાયો આદિવાસી દિવસ, CM રૂપાણી રહ્યા હાજર
Live TV
-
આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજ્યભરના આદિવાસી વિસ્તારોમાં રેલી તેમજ આદિવાસી જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે નિઝર ખાતેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં મંત્રી ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા.
તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, સરકાર આદિવાસીઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને છેવાડાના માનવી સુધી વિવિધ જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યભરમાં અનેક યોજનાઓ શરૂ કરી છે. આદિવાસી સમાજના લોકોએ આદિવાસી સાંસ્કૃતિક સાથે જોડાયેલ વસ્તુઓ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.