આજે છે દિવાસો, દિવાસાનું છે હિંદુ સંસ્કૃતિમાં મહત્વ
Live TV
-
આજે દિવાસો છે, દિવાસાનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરૂ મહત્વ છે. હિન્દૂ સંસ્કૃતિના આ ધાર્મિક તહેવાર બાદ અન્ય તહેવારોની શરૂઆત થઇ જાય છે. દિવાસોની સાથે દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. આજથી દસ દિવસ સુધી દશામાની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે.
દિવાસાના દિવસથી મહિલાઓ આ વ્રત કરે છે અને વિશેષ પૂજા અર્ચન કરીને આ દિવસને ઉજવે છે. દિવસો બાદ ધાર્મિક તહેવારોની હારમાળા શરૂ થઇ જતી હોવાથી આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. અમાસના બીજા દિવસથી શ્રાવણ મહિનાની પણ શરૂઆત થતી હોવાથી તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે.