અમદાવાદ-હિરામણી સ્કૂલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Live TV
-
સિદ્ધી મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત
શિક્ષણની સાથે- સાથે વર્ષ દરમ્યાન જુદી-જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા અમદાવાદની હિરામણી સ્કૂલનાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો. સાંસદ પરિમલ નથવાણીના હસ્તે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ વગેરે રમતોમાં સિદ્ધી મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્કૂલનાં 28 જેટલા વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરતા તેમને રોકડ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ખેલે ગુજરાતમાં અનોખું સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.