નડિયાદ ખાતે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજનો 188મો સમાધી મહોત્સવ ઉજવાયો
Live TV
-
શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજનો 188મો સમાધી મહોત્સવ અને લક્ષ્મણ મહારાજનો સાર્ધશતાબ્દી મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. સંતરામ મહારાજે 1887માં મહાસુદ પૂર્ણિમાના દિવસે જીવીત સમાધી લીધી હતી. ભારતભરમાંથી અને વિદેશમાંથી સંતરામના ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા ઉમટી પડતા હોય છે. વર્ષમાં એકવાર થતી મહાઆરતીના દર્શન માટે તેમજ ઉછાળેલી સાકર અને કોપરાનો પ્રસાદ ગ્રહણ કરવા ભક્તોનું ઘોડાપૂર સમાધી ચોકમાં આવે છે. આ દિવસે 251 મણ સાકર અને 111 મણ કોપરાનો પ્રસાદ ઉછાળવામાં આવે છે. વહેલી સવારથી સાડા ત્રણસો ઉપરાંત ભજનમંડળીઓ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. ડાકોર ખાતે પણ મહાસુદ પુનમને લીધે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.