કડાણાના ઘોડિયારના નદીનાથ મહાતીર્થ ખાતે મહી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
Live TV
-
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયારના નદીનાથ મહાતીર્થ ખાતે મહી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યોમાંથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પર્વત પર આવેલી 80 ફૂટ ઉંચાઈની મહાદેવની પ્રતિમા અને બોટિંગ વ્યવસ્થા શ્રદ્ધાળુઓને મેળામાં આકર્ષે છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રબોધકાન્ત પંડ્યાએ મહિસાગરકાંઠાના મેળા સ્થાન વિશે પ્રચલિત દંતકથાની વાત માંડીને કરી હતી.