અમદાવાદ-23મી રાઉન્ડ ટેબલ કાર રેલી યોજાઈ
Live TV
-
રેલીમાં ડોક્ટર ,શિક્ષકો, ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો
અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન વસ્ત્રાપુર ખાતે 23મી રાઉન્ડ ટેબલ કાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર રેલી ની ખાસિયત એ હતી કે કાર માલિકોને, પ્રજ્ઞાચક્ષુ , બ્રેઇન લીપીની મદદથી સમગ્ર રેલીનો રૂટ બતાવતા હતા તે રસ્તા ઉપર કાર ચલાવવાની હતી. રેલીમાં 65 ગાડીઓએ ભાગ લીધો હતો. 62 કિલોમીટરનો રૂટ હતો. આ રેલીમાં ડોક્ટર ,શિક્ષકો, ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુઓએ જણાવ્યું હતું કે તેમના માટે આ ગૌરવની વાત છે. તેમણે બતાવેલા માર્ગ પર કાર ચાલક કાર ચલાવે છે ,, ત્યારે તેઓ પોતે ગાડી ચલાવતા હોય ,તેવો અનુભવ કરે છે