જૂનાગઢઃ શિવરાત્રિ મેળામાં UPના સીએમ યોગી આદિત્યનાથે આપી હાજરી
Live TV
-
ગિરનારના સુપ્રસિદ્ધ શિવ કુંભના મેળામાં ધર્મ સભાને સંબોધવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જૂનાગઢ આવી પહોચ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે ભવનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદના સંરક્ષક હરિગીરીજી ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતીજી અને સંતો સાથે રહ્યા હતા. ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ તેઓ સામાજિક સમરસતા સંમેલનમાં પહોંચ્યા હતા, જ્યાં યોગી આદિત્યનાથનું સાધુ સંતો દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.