અરવલ્લી - ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરીકે બટાટાનું ઉત્પાદન કર્યું
Live TV
-
બમણી આવક થવાની પ્રગતિશીલ ખેડૂતને આશા
હવે રાજ્યના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી ઓછા ખર્ચે બમણી આવક મેળવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ હવે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરીકે બટાટાનું ઉત્પાદન કર્યું છે. બાયડ તાલુકાના ગોપાલપુરા કંપાના ખેડૂતે પોતાની કોઠાસુઝ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને પ્રથમવાર બટાટાની જૈવિક ખેતી કરી છે જેનું સારુ ઉત્પાદન મળવાની આશા છે. ગોપાલપુરા કંપાના પ્રગતિશિલ ખેડૂત મનિષભાઈએ તેમના મિત્રો તેમજ વિવિધ સેમિનારોથી ઓર્ગેનિક ખેતી અંગે વિવિધ જાણકારી મેળવી હતી. એટલું જ નહીં ઓર્ગેનિક ખેતીથી થતાં ફાયદા ઉત્પાદન ખર્ચ સહિત નફા અંગે જાણકારી મેળવી આ પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિગ બટાટાની ખેતી કરી છે. ખેડૂત તેમજ જાણકારોનું માનીએ તો સામાન્ય રીતે બટાટાની જૈવિક ખેતી નહિવત પ્રમાણમાં થાય છે ત્યારે આ પ્રકારની પ્રથમવાર જૈવિક ખેતી કરીને સારા ઉત્પાદન સાથે બમણી આવક થવાની પ્રગતિશીલ ખેડૂતને આશા છે