અમદાવાદ - મેયર બિજલબેન પટેલે ''કાલીબાટી રોડ'' તકતીનું અનાવરણ કર્યુ
Live TV
-
બંગાળી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી સાથે કોર્પોરેશન શાસકોનો આભાર માન્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેયર બિજલબેન પટેલ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં પંડિત દિનદયાળ હોલથી એસપી રિંગ રોડ સુધીના રોડનું ''કાલીબાટી રોડ'' નામ આપી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બંગાળી સમાજની લાગણી હતી કે આ રોડ પર મા કાલીનું મંદિર આવેલું હોવાથી આ રોડનું નામ કાલીબાટી રોડ આપવામાં આવે. આ માંગ આજે કોર્પોરેશન દ્વારા પુરી થતાં બંગાળી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી સાથે કોર્પોરેશન શાસકોનો આભાર માન્યો હતો.