આજથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત
Live TV
-
ભાજપ મહિલા દ્વારા સૂકામેવા અને સિઝનલ ફળોનું વિતરણ કરવામાં આવ્યું
સ્ત્રીઓના મહત્ત્વનું જયા પાર્વતીનું વ્રત શરૂ થતાં. ત્યારે અરવલ્લીના ધનસુરામાં વ્રતધારી યુવતીઓને ભાજપ મહિલા દ્વારા સૂકામેવા અને સિઝનલ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું,. ગૌરીવ્રત અને જયાપાર્વતીના વ્રતના કારણે શિવાલયોમાં મોટી સંખ્યામાં યુવતીઓએ મહાદેવની પૂજા કરી હતી. અને મનવાચ્છિત વરની પ્રાપ્તિની કામના કરી હતી. આજથી જયા પાર્વતી વ્રતનો પારંભ થતાં દીવમાં સોમનાથ મહાદેવ મંદિરમાં યુવતીઓએ જવાર સાથે પૂજા અર્ચના કરીને સુખદ જીવનની કામના કરી હતી. ડાંગ જિલ્લામાં બાલિકાઓએ ખૂબ હર્ષોલ્લાસ સાથે પૂજાઅર્ચના કરી હતી. ડાંગના સૌથી જૂના ગણાતા દંડકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ દિવસે કુંવારી બાલિકાઓ શિવલિંગ પર જળાભિષેક કરી મંત્રોચ્ચાર સાથે પૂજા કરતી જણાઈ હતી.