આજે ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ, માં બ્રહ્મચારીણીની પૂજાનું મહાત્મય
Live TV
-
માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે
આદ્ય શક્તિ માં નું બીજું સ્વરૂપ તે બ્રહ્મચારીણી માં દુર્ગા ..નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરાય છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે.પૌરાણિક કથા અનુસાર મા શક્તિ સ્વરૂપા જગતજનની જગદંબા પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેવર્ષિ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાથી તેઓ તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે.રુદ્રાક્ષના પારા તેમનું પ્રિય આભુષણ છે .