મોડાસા - નવનિર્મીત ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઉદ્ઘાટન
Live TV
-
એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવે અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટ યુનિટના જસ્ટીસ જે. બી. પારડીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા
અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે નવનિર્મીત ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવે અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટ યુનિટના જસ્ટીસ જે. બી. પારડીવાલા તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ કોર્ટના જજ વિક્રમસિંહ ગોહિલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત કોર્ટ 40.75 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે, વકીલ રૂમ, સ્ટાફ રૂમ, લાઇબ્રેરી, ગાર્ડન, ફાયર સેફ્ટી, પાર્કિંગ, વીડિયો કોન્ફરન્સ રૂમ, સીસીટીવી કેમેરાથી સજ્જ છે. ઉદ્ધાટન પ્રસંગે જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકિલ એસોસિએશન સભ્યો હાજર રહ્યાં હતા