'આપણું મોડાસા' સોશિયલ મીડિયા પરિવારનો દિવ્યાંગો સાથેનો અનેરો પ્રેમ
Live TV
-
અરવલ્લી જિલ્લાના મોડાસાના ફેસબુક પેજ થકી લોકો સુધી માહિતી પહોંચડતા યુવાઓનો દિવ્યાંગ બાળકો સાથેનો છેલ્લા 7 વર્ષથી અનેરો પ્રેમ
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોશિયલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા “આપણું મોડાસા” પરિવાર દ્વારા સતત ૭ માં વર્ષે ૧૮૦ દિવ્યાંગ બાળકોને ઉંધીયું- જલેબી પરિવારના સદશ્યોએ પીરસી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકોના ચહેરા પર સ્મીત જોવા મળ્યું હતું. ઉત્તરાયણ પર્વની ઉજવણી પતંગ ચગાવાની સાથે ઉંધીયું-જલેબીની જયાફત ઉડાવવામાં આવે છે ત્યારે મોડાસા શહેરમાં “આપણું મોડાસા” સોશ્યલ મીડિયા ગ્રુપ પરિવારના ભગીરથ કુમાવત,હિતેન્દ્ર પંચાલ, જય અમીન, નિલેશ જોશી, નીતિન પંડ્યા, કલાબેન ભાવસાર સહીત ગ્રુપના સભ્યોએ ૧૮૦ દિવ્યાંગ બાળકોને ઉંધીયું-જલેબી ખવડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
ઉત્તરાયણ ના પગલે બજારોમાંથી મોંઘીદાટ દોરી અને પતંગ લાવી આકાશી યુદ્ધમાં પેચ લડાવવામાં જે આનંદ મળે તેના કરતા વધુ ખુશી આ સેવાકીય પ્રવૃત્તિ થી ગ્રુપના સદશ્યોએ મેળવી હતી. છેલ્લા ૭ વર્ષથી “ આપણું મોડાસા” સોશિયલ મીડિયા પરિવારના સભ્યોએ આ રીતે દિવ્યાંગ બાળકોને મકરસક્રાંતિ ઉપર ઉંધીયું-જલેબી ખવડાવી આનંદ મેળવે છે.