અમદાવાદ-મુખ્યમંત્રીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના અનુસંધાને કાર્યક્રમનું આયોજન
આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સ્કાઉટ ભવન ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીમાજન કલ્યાણ સમિતિ આયોજિત આ યાત્રામાં બહોળી સંખ્યામાં યુવાનો બાઇક સાથે જોડાયા હતા. યુવાનો રાષ્ટ્રભક્તિના પાઠ શીખે અને દેશદાઝથી જીવતાં શીખે તેવા ઉદ્દેશ સાથે આ યાત્રા કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલ, ડો. બાબા સાહેબ આંબેડકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિતના આઝાદીના લડવૈયાઓના ઇતિહાસને આગવું સ્થાન આપ્યું છે,, આઝાદીના લડવૈયા ,નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે ,આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પૂર્વીય ઉત્તરપ્રદેશ કોંગ્રેસના મહાસચિવ તરીકે ,પ્રિયંકા ગાંધી વાડ્રાને જવાબદારી સોંપવા મામલે પોતાની ,પ્રતિક્રિયા આપી હતી. અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.