સુરેન્દ્રનગર-દિવ્યાંગોને રોજગારલક્ષી કીટનું વિતરણ
Live TV
-
દિવ્યાંગ લોકોને રોજગાર મળી રહે અને સમાજમાં માનભેર જીવી શકે તે માટે આ કિટ નું વિતરણ
દિવ્યાંગ લોકો રોજગારી મેળવી શકે અને તે લોકો આર્થિક રીતે પગભર થઈ શકે તે હેતુથી સુરેન્દ્રનગરના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા 102 દિવ્યાંગોને રોજગારલક્ષી કીટનું વિતરણ કરવામાં આવી હતી. જેમાં કટલરી કીટ, કડીયાકામની કીટ, સીલાઈ મશીન, કોપ્યુટર અને મોબાઈલ રીપેરીંગની કીટ, તેમજ રોકડસહાયના ચેક નું વિતરણ કરવામાં આવ્યા હતા. વાઘબકરી દ્વારા સમાજના હિત માટેના CSR ફંડમાંથી દિવ્યાંગ લોકોને રોજગાર મળી રહે અને સમાજમાં માનભેર જીવી શકે તે માટે આ કિટ નું વિતરણ કરાયું હતું.