આવકવેરા વિભાગ દ્વારા ફ્રી લીગલ સર્વિસ સેલનો પ્રારંભ
Live TV
-
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પણ શરૂ કરવામાં આવ્યો
આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને સહાયરૂપ થવા ગુજરાતમાં 29 જેટલા આયકર સેવા કેન્દ્રો ખાતે ફરિયાદ નિવારણ, આવકવેરો ભરવાની અને રીફંડ મેળવવાની સગવડ આપવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે સીબીડીટીના સભ્ય પી.કે.દાસ દ્વારા ઈન્કમટેક્સ ફ્રી લીગલ સર્વિસ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેના થકી નાના તથા જરૂરિયાત મંદ કરદાતાઓને આ લીગલ સેલ દ્વારા મફત કાનૂની મદદ તથા સહાયતા મળી રહેશે. આ ફ્રી લીગલ સેલ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પણ શરૂ કરવામાં આવ્યો છે.