ઇન્ક્રેડિબલ યુથ ફાઉન્ડેશન દ્વારા મધર્સ ડે અને ફાધર્સ ડેની કરાઈ અનોખી ઉજવણી
Live TV
-
ગરીબ બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને ઉજવાયો મધર્સ ડે અને ફાધર્સ ડે
આજે "ઇન્ક્રેડિબલ યુથ ફાઉન્ડેશન દ્વારા મધર્સ ડે અને ફાધર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી... આજના યુવાનો મધર્સ ડે - ફાધર્સ ડે ઉજવણી કરતા હોય છે પરંતુ "ઇન્ક્રેડિબલ યુથ ફાઉન્ડેશન" ના યુવાનો દ્વારા આ દિવસને ગરીબ બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.. આ કાર્યક્રમમાં સરસપુર વિસ્તારના 140 જેટલા બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં સોલા સિવિલ હોસ્પિટલના DEIC વિભાગના નિષ્ણાંત તબીબોએ પણ પોતાની સેવા આપી હતી.