દરેક સાંસદે એક ગામને લઇને વિકાસનો કર્યો આરંભ
Live TV
-
સાંસદ સી.આર.પાટિલે નવસારીના ચીખલી ગામને લીધું દતક.
પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત દરેક સાંસદે એક ગામ દત્તક લઈને તેનો વિકાસ કર્યો હતો. ત્યારે દેશમાં સૌથી પહેલું આદર્શ ગામ નવસારી જિલ્લાનું ચીખલી ગામ બન્યું છે. સુપાગામના દાતાઓ અને સ્થાનિકોની મદદથી એક આદર્શ ગામમાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસનો પણ પ્રયત્ન થયો હોવાનું સાંસદ સી.આર.પાટિલે જણાવ્યું હતું. સાંસદ પાટિલે કહ્યું કે આદર્શ ગામ બનેલા ગામમાં 500 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આવરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગામની 250 દીકરીઓના પરિવાર નાણાં ભરી શકે તેમ ન હતા ત્યારે સાંસદે પોતે પ્રથમ વર્ષનો હપ્તો ભરીને સંવેદના દર્શાવી હતી. તો સુપાગામની વાત કરીએ તો આ ગામમાં 65 CCTV લગાવવામાં આવ્યા છે. તો બ્લોક પેવીંગ, ફ્રી વાઈફાઈ અને LED લાઈટ, પાણીની સુવિધા સહિત તમામ આધુનિક સુવિધા આ ગામમાં મળી રહે છે.