ઉત્તર ભારતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, ગુજરાતમાં છૂટા છવાયો વરસાદ થવાની સંભાવના
Live TV
-
દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આગામી થોડા દિવસો સુધી ગાઢ ધુમ્મસ રહેશે. જો કે, ગાઢ ધુમ્મસના કારણે દેશભરમાં કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
તો બીજી તરફ રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 3 દિવસ પછી તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે.