હળવદ-શકિત સાગર બ્રાહ્મણી ડેમ 2 સો ટકા ભરાઈ જતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ
Live TV
-
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શકિત સાગર બ્રાહ્મણી ડેમ 2 રૂલ લેવલ મુજબ સો ટકા ભરાઈ જતા ડેમમાં પાણીની આવક વધતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી હળવદ તાલુકાના નિંચાણવાળા વિસ્તારોમાં આવતા નવ જેટલા ગામનાં લોકોને નદી કાંઠે ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
આ ગામોમાં સુસવાવ, કેદારિયા,ધનાળા, રાયસંગપુર, મયુરનગર,મિયાની,ચાડધ્રા, ટીકર અને માનગઢનો સમાવેશ થાય છે.