કચ્છમાં સીમા સુરક્ષા બળ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી
Live TV
-
હમીરસર તળાવ અને વોક વે આસપાસ બીએસએફના જવાનો દ્વારા સફાઈ કરવામાં આવી
કચ્છમાં સીમા સુરક્ષા બળ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ભુજના હૃદય સમાં હમીરસર તળાવ અને વોક વે આસપાસ બીએસએફના જવાનો દ્વારા સફાઈ કરવામાં આવી હતી. બીએસએફ તેમજ કચ્છ યુનિવર્સિટીના 200 જેટલા જવાનો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાનની સાથે-સાથે બીએસએફના જવાનોએ પ્લાસ્ટિક મુક્ત ભુજ બને તેવો સંદેશો પણ લોકોને આપ્યો હતો.