Skip to main content
Settings Settings for Dark

મહિસાગર : 108 એમ્બ્યુલન્સ સેવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 5 કર્મચારીઓને સન્માન અપાયુ

Live TV

X
  • બે નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર નેહા કુમારીના હસ્તે કરવામાં આવ્યુ

    મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે બે નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર નેહા કુમારીના હસ્તે અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે પાંચ ૧૦૮ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.મહીસાગર જિલ્લામાં હાલમાં બાર ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેના દ્વારા અત્યાર સુધીમાં ૧.૨૦ લાખ જેટલા ઇમરજન્સી કોલ એટેન્ડ કરી જીવન રક્ષક પુરવાર થઇ છે. જેમાંથી ૫૫૨૦૦ પ્રસુતિના કેસ, ૧૦,૦૦૦ એક્સિડન્ટ ટ્રોમા, ૪૦૦૦ હ્યદય રોગ, ૪૩૦૦ મેડીકલ કેસ એટેન્ડ કર્યા છે. બે એમ્બ્યુલન્સ ૩.૫૦ લાખ કિલોમીટર કરતા વધુ સેવા આપતા આજ રોજ તેના સ્થાને નવીન એમ્બ્યુલન્સ વડાગામ અને બાલાસિનોર ખાતે મહાનુભાવોના હસ્તે રીબીન કાપી ફળ વધેરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓને પ્રોત્સાહિત કરતા ઇન્ચાર્જ કલેક્ટરએ ૧૦૮ એમ્બ્યુલન્સ જરૂરીયાતના સમયે આરોગ્ય સેવામાં મદદગાર પુરવાર થાય અને જીવનદાતા બને તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઇએમટી રૂપલ દવે, રાહુલ માળી, પાઇલોટ રણવત ખાંટ અને સુર્યસિંહને ઇમરજન્સી કેર એવોર્ડ અને યોગેશભાઇ વિરપરાને કે.એમ.પી.એલ એર્વોડ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝ્યુકેટીવ નઝીર વોરાએ ૧૦૮ની મહીસાગર જિલ્લાની કામગીરીની રૂપરેખા આપતા છેલ્લા એક માસથી પર્યાવરણ બચાવો ઝુંબેસના ભાગ રૂપે તમામ પી.સી.આર ને ઓનલાઇન કરી પેપર લેસ બનાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ અભિયાનથી પ્રત્યેક પી.સી.આરમાં પ્રતિ ઇમરજન્સી ત્રણ પેજનો વપરાશ થાય છે તે મુજબ એક માસમાં સરેરાશ ૬૦૦૦ પેજની બચત કરવામાં આવી છે. અધિકારીઓએ જીવન બચાવવાની સાથે સાથે પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશની સરાહના કરી ૧૦૮ ટીમની કામગીરીને બીરદાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
apply