આહિર સમાજના 27માં સમૂહ લગ્નમાં CM વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
Live TV
-
સુરતના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 27માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 297 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલા માંડનારા નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા.મુખ્યમંત્રીએ નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાનો સાથ નિભાવે તે માટે શુભકામના પાઠવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું હતું. રાજય સરકાર દીકરીઓ અભ્યાસ માટે કૃતનિશ્વયી છે.આહિર સમાજની દીકરીઓના અભ્યાસ માટે અમદાવાદ ખાતે જમીન ફાળવવામાં આવી છે. તેવી જ રીતે દરેક સમાજની દીકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે રાજય સરકાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાહતદરે છાત્રાલયોના નિર્માણ માટે જમીનો ફાળવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ સમા 'ફિટ ઈન્ડિયા' અને સ્વચ્છતા અભિયાનને આહિર સમાજે સમૂહલગ્ન સાથે જોડીને ઉમદા કાર્ય કરવા બદલ સમાજના મોભીઓને અભિનંદન પાઠવ્યા હતા.