ડફેર સમાજનો ઉમદા નિર્ણય: અપરાધ પ્રવૃતિઓને આપ્યો જાકારો
Live TV
-
રાજ્ય સરકાર વિચરતી જાતિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા પ્રયાસશીલ છે. રાજ્ય સરકારના સહયોગથી વિચરતી જાતિના સમર્થન મંચ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મંચે વિચરતી ડફેર જાતિને મુખ્યધારામાં લાવવા પ્રયાસ આદર્યા છે. આ પ્રયાસને પગલે જ ડફેર સમાજના પ્રતિનિધિઓએ 15 વ્યક્તિની સમિતિ બનાવીને નિર્ણય લીધો છે કે તેમના સમુદાય દ્વારા હવે અપરાધ પ્રવૃત્તિ નહીં કરવામાં આવે, અને તેઓ મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવશે અને બાળકોને શિક્ષણ આપશે. સમિતિએ એ પણ નિર્ણય લીધો છે કે સમાજની કોઈ વ્યક્તિ લૂંટફાટ કરશે તો સમાજના આગેવાનો જ તેને પોલીસને હવાલે કરશે. સરકારે પણ આ વિચરતી જાતિને પ્લોટ ફાળવવાની શરૂઆત કરી દીધી છે.