કપરાડામાં "પર ડ્રોપ મોર ક્રોપ" સૂક્ષ્મ સિંચાઈ યોજના અભિયાન અંતર્ગત કાર્યક્રમ
Live TV
-
આ સબસીડી ધરાવતી પદ્ધતિનો લાભ લઇ ખેતઉત્પાદન વધારવા માટે અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત "પર ડ્રોપ મોર ક્રોપ" સૂક્ષ્મ સિંચાઈ યોજના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આદિજાતિ ખેડૂતોમાં જાગૃતિ અને લાભના આશય માટે નાનાપોંઢામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઓછા પાણીએ વધુ ખેત ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન જીજીઆરસી દ્રારા આપવામાં આવ્યું હતું. વધુમાં ઉનાળામાં ઉભી થતી પાણીની અછતને લઈ ખેતી કરવામાં અસમર્થ ખેડૂતો આ પદ્ધતિ અપનાવી સારું ખેત ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર થઈ શકે છે તેવું પણ જણાવ્યું હતું. તો આ સબસીડી ધરાવતી પદ્ધતિનો લાભ લઇ ખેતઉત્પાદન વધારવા માટે અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો હતો.