ભાદરવા નોમ નિમિત્તે સિદ્ધપુરમાં માતૃગયા શ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
હાલમાં પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાદરવા વદ નોમના દિવસે વિશ્વપ્રસિદ્ધ ગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતા.
નોમના દિવસે મૃતક મહિલાઓનું તર્પણ કરવાનો મહિમા હોવાથી હજારો શ્રદ્ધાળુઓએ અહીં તર્પણ કર્યું હતું અને માતૃ ઋણમાંથી મુક્તિ થયાની અનુભૂતિ સાથે તેમના આશિર્વાદ મળી રહે એવી પ્રાર્થના કરી હતી.
આજના આ પવિત્ર દિવસે દેશભરમાંથી આવેલા 5000 કરતા વધુ લોકોએ અહીં માતૃ તર્પણ વિધિ કરી હતી. મહત્વનું છે કે હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ ભારતભરમાંથી લોકો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવે છે.