કુદરતની જીવતી જાગતી કરામત, શરીરથી જોડાયેલા અનોખા જોડકા ભાઈ
Live TV
-
શિવનાથ અને શિવરામ સાહૂ નામનાં આ બન્ને બાળકો 17 વર્ષના થઈ ચૂક્યા છે અને મોજથી પોતાની જિંદગી જીવી રહ્યાં છે
છત્તીસગઢના રાયપુરના નાનકડા ગામમાં રહેતા શિવનાથ અને શિવરામ નામના બે બાળકો નામથી અલગ અલગ છે..પણ બન્ને ભાઈઓ એકબીજાના શરીરથી જોડાયેલા છે..ફેસબુક પર આ બન્ને ભાઈઓના જીવન સંઘર્ષનો વિડિયો વાયરલ થયો છે..બન્ને બાળકોના ચાર હાથ, બે પગ અને બે માથા છે..પરંતુ પેટ એક જ છે.જુડવા બાળકોના ઓપરેશનથી અલગ કરી શકાય છે.પણ જોખમના કારણે બન્ને ભાઈઓ અલગ થવા નથી માગી રહ્યા..અત્યાર સુધી આપણે એકથી એક ચઢિયાતા જોડિયા લોકો વીશે સાંભળ્યું છે અને કદાચ ક્યારેક જોયું પણ હશે. પણ અહીં કિસ્સો સાવ અનોખો છો. ખાસ કરીને જુડવા અને તેમાં પણ શરીરથી એકબીજા સાથે જોડાયેલા બાળકો મોટા ભાગનાં કિસ્સામાં જીવિત ન રહેતા હોવાનું જોવા મળ્યું છે, પણ ભારતનો આ કિસ્સો તેમાં અપવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. શિવનાથ અને શિવરામ સાહૂ નામનાં આ બન્ને બાળકો 17 વર્ષના થઈ ચૂક્યા છે અને મોજથી પોતાની જિંદગી જીવી રહ્યાં છે. તેમને એકબીજાથી છૂટા પડવું નથી.બન્ને ભાઈઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર છે..અને ક્લાસમાં ટોપરની લિસ્ટમાં તેમના નામ હોય છે..