કુદરતી સૌંદર્યથી ભરપૂર નર્મદામાં હવે વન વિભાગ નવુ આકર્ષણ ઉભુ કરશે
Live TV
-
ઝરવાની તરફ જતા મુખ્ય રસ્તા અને ચેકડેમો પાસે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે
નર્મદા જિલ્લો સ્ટેટ્યૂ ઓફ યુનિટીના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે આ જિલ્લામાં આવેલ કુદરતી સૌંદર્યને પ્રવાસીઓ મન ભરીને માણી શકે તે માટે વન વિભાગ એક નવું આકર્ષણ ઉભું કરશે.સ્ટેટ્યૂ ઓફ યુનિટીની નજીક જ કુદરતી ધોધ ઝરવાની આવેલો છે. પ્રવાસીઓને આખો દિવસ આ ધોધ પાસે મોજમજા મળે તેવા આકર્ષણો ઉભાં કરાશે.ઝરવાની તરફ જતા મુખ્ય રસ્તા અને ચેકડેમો પાસે પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ, પેરાગલાઈડિંગ, બન્જી જંપિંગ, રોક ક્લાઈમ્બિંગ,હાઈ જંપ,ઝીપ લાઈન સહિતના એડવેંચરની સુવિધા આગામી 15 જૂન પહેલા ચાલુ કરાશે. રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ધારીયાએ જણાવ્યું હતું કે ઝરવાણી વોટર ફોલને એક આકર્ષણ બનાવાશે. ત્યાં સેફટી કીટ અને સ્પેશિયલ કોચ પણ હાજર હશે. સ્થાનિક આદિવાસી લોકો આ એડવેન્ચર એક્ટિવિટીમાં મદદ રૂપ થશે અને તેમને રોજગારી મળશે.