ગરીબ અને શ્રમજીવીઓને ચંપલનું વિતરણ કરવાનું અભિયાન
Live TV
-
વડતાલધામ દ્વારા પ,000 જોડી ચંપલનું વિના મુલ્યે વિતરણ
કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે સંપન્ન લોકો પાસે તો ગરમીથી બચવા માટે તમામ ઉપાયો હોય છે. પરંતુ ગરીબો માટે આ ગરમી નર્કનો અનુભવ કરાવતી હોય છે. ખાસ કરીને શ્રમજીવીઓ કે જેમની પાસે પગમાં પહેરવા માટે પગરખાં પણ નથી હોતા અને ગરમીમાં અંગારાની જેમ ધગધગતી ડામરની સડકો પર ખુલ્લે પગે દિવસભર મજુરી કરતા હોય છે તેમને ખૂબ તકલીફ વેઠવી પડે છે. તેમને ચંપલ આપવાનું અભિયાન સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા હાથ ધરાયું હતું. મંદિર દ્વારા આણંદ, નડીયાદ, વડોદરા જેવા શહેરો તથા ગામડામાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા શ્રમજીવીઓ માટે 24 જેટલી ગાડીઓમાં 24 ટીમો બનાવી પ,000 જોડી ચંપલનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું