ખેડૂતે કરી ઓર્ગેનિક પધ્ધતિથી દાડમની ખેતી
Live TV
-
ઓર્ગેનિક ખેતી કરી રાજ્યબહાર પણ કરે છે દાડમનું વેચાણ
ગુજરાતમાં પ્રગતિશિલ ખેડૂતોની કોઈ કમી નથી.પોતાની આવડત અને હોશિયારી થકી ધરતીના તાતે અનેક સિદ્ધીઓ મેળવી છે.આવા જ એક ખેડૂત એટલે અમરેલી જિલ્લાના આંબરડી ગામના નિલેશભાઈ. નિલેશભાઈ પોતાની જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી દાડમની ખેતી કરી રહ્યા છે. ઓર્ગેનિકની કમ્પોઝ બેક્ટેરિયા ,છાશ ,ગોમૂત્ર ,દ્વારા સંપૂર્ણ ઓર્ગેનિક ફાર્મ બનાવેલ છે જે લેબમાં પણ પાસ થયેલું છે. નિલેશભાઈ 11 હજાર જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી 130થી 150 ટન પાક મેળવી રહ્યા છે.અને આ પાકનું સીધુ વેચાણ ફાર્મ પરથી જ કરવામાં આવે છે.અને આ માલ યુરોપના દેશો સુધી જાય છે.જ્યારે ગુજરાત બહાર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ નિલેશભાઈના દાડમ પહોંચે છે.ઓર્ગેનિક ફાર્મના દાડમ આરોગ્ય માટે સારા હોવાનું તબીબોનું માનવું છે.તો નિલેશભાઈ પોતે તો મોટો નફો કમાય છે સાથે સાથે અન્ય 20થી 25 લોકોને પણ રોજી રોટી આપે છે.