મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને વડોદરામાં અપાઈ શ્રધ્ધાંજલી
Live TV
-
મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે નક્સલીઓના હુમલામાં ક્વીક રિસ્પોન્સ ટીમના 16 જવાનો શહીદ થયા હતા. દેશભરમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ કાર્યકારી પ્રમુખ ભીખાભાઇ રબારી વિપક્ષનેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ તેમજ અન્યો દ્રારા શહિદ ભગતસિંહ ચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. શહીદો તેમજ તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી ને દેશની આંતરીક સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનારા જવાનોને શ્રધ્ધાસુમવ અર્પણ કર્યા હતાં. વડોદરા શહેર પ્રમુખ પ્રશર પટેલ આ હુમલાને વખોડી કાઢી જણાવ્યું હતું કે સમગ્ર દેશ શહીદોના પરિવારની પડખે ઉભો છે.