ખેડૂતોએ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો જોઇએ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Live TV
-
સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રે પ્રગતિ સાધી રહી છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોએ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો જોઇએ અને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઇએ.
સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રે પ્રગતિ સાધી રહી છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોએ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો જોઇએ અને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઇએ. તેમણે રાજ્યસરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ કૃષિ લોન યોજનાઓના કારણે કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું રાજ્ય સરકારના કૃષિ મહોત્સવને કારણે રાજ્યના ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવાનો લાભ થયો છે.