સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
Live TV
-
ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ તથા રાજકીય પક્ષો તેમજ નાગરિકોએ સાબરમતી નદીને સ્વચ્છ કરવા પાંચ દિવસ સુધી લોકોએ નદીમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો ઉઠાવ્યો છે. આજે છેલ્લાં દિવસે પણ મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનમાં લોકોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ તથા રાજકીય પક્ષો તેમજ નાગરિકોએ સાબરમતી નદીને સ્વચ્છ કરવા પાંચ દિવસ સુધી લોકોએ નદીમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો ઉઠાવ્યો છે. આજે છેલ્લાં દિવસે પણ મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસમાં 450 ટનથી વધુ કચરો બહાર કાઢવામાં આવ્યો છે.