ખેડૂતો આનંદો : અરવલ્લી જિલ્લામાં i-khedut ખુલ્લુ મુકાયું, ખેતીના સાધનોની સહાય માટે કરી શકાશે અરજી
Live TV
-
ખેડૂતો માટે આઇ ખેડૂત પૉર્ટલ 33 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું, જેના થકી ખેતીને લગતી સાધન સામગ્રીની સહાયનો લાભ લેવા અરજી કરી શકાશે
વર્ષ ૨૦૧૯-૨૦ માટે ખેતીવાડી વિભાગ દ્રારા રાજયના ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓમાં અરજી કરવાના હેતુથી i-khedut portal પર તારીખ 29/04/19 થી 31/05/19એમ કુલ 33 દિવસ માટે અરજી લેવાનું ચાલુ કરેલ છે. આપોર્ટલના માધ્યમ થકી ખેડૂતો ઓનલાઈન અરજી કરીને પોતાની જરૂરીયાતના સાધનો જેવા કે ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર,કલ્ટીવેટર, ગ્રાઉન્ડર ડીગર, ચાફ કટર, ટ્રેકટર દ્રારા સંચાલિત દવા છાંટવાના પંપ (ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર), તમામ પ્રકારના પ્લાઉ,વાવણીયા, હેરો અને પ્લાન્ટર, પાવર ટીલર, પાવર થ્રેસર, પોટેટો ડીગર, પોટેટો પ્લાન્ટર, પોસ્ટ હોલ ડીગર, બ્રશ કટર, બેલર, બંડ ફોર્મર, રીપર, રોટરી પાવર ટીલર, રોટાવેટર, લેસર એન્ડ લેવલર,લેન્ડ લેવલર, શ્રેડર, સ્ટોરેજ યુનિટ, સબ સોઈલર, હેન્ડ ટુલ્સ કીટસ, અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન અને પંપસેટ સહિત ખેડૂતોને કાપણી પછી જરૂરીયાતના સાધનો જેવા કે ક્લીનર, ગ્રેડર, મીની દાળ મીલ, ગ્રેવિટી સેપ્રેટર જેવા કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જરૂરી સાધનોની સહાય અરજી કરી શકશે.
ક્યાંથી અને કેવી રીતે અરજી કરવી ?
ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઇંટરનેટ ના માધ્યમથી અરજી કરી શકાશે. અરજી માટે આધાર નંબર અને મોબાઈલ નંબર ફરજીયાત છે. આ સિવાય જમીનની વિગત(ખાતા નંબર), બેંકની વિગત અને રેશનકાર્ડની વિગત ખેડૂતે આપવાની રહેશે.અરજી કરીને, ક્ન્ફર્મ કર્યા બાદ, તેની પ્રિન્ટ કાઢવાની રહેશે અને તેમાં સહી કરીને ખેડૂતે તેમના સેજાના ગ્રામસેવક અથવા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) ને દિન-7 માં રજુ કરવાની રહેશે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્રારા કૃષિ યાંત્રીકરણ અને કૃષિના મૂલ્યવર્ધન માટે જરૂરી સાધનો અંગેની અરજી તારીખ 29/04/19 થી31/05/19 સુધી કરવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે જે તે સેજાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી),તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી મોડાસા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી મોડાસાનો સંપર્ક કરી શકાશે.
અંકિત ચૌહાણ, અરવલ્લી