અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે એક ચિત્ર પ્રદર્શન યોજાયું
Live TV
-
સમગ્ર ગુજરાતના કેન્દ્રીય વિદ્યાલયના કલા શિક્ષકો દ્વારા આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે એક ચિત્ર પ્રદર્શન યોજાયું છે. આગામી તા. ૧લી મે સુધી ચાલનાર આ ચિત્ર પ્રદર્શનમાં ગુજરાતની 47 કેન્દ્રીય વિદ્યાલયના ૨૧ શિક્ષકોએ પોતાના ચિત્રો રજૂ કર્યા હતા. કેનવાસ પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ સહિત વોટર કલરથી શિક્ષકો દ્વારા બનાવાયેલા વિવિધ ચિત્રોને પ્રદર્શનમાં મૂકાયા છે. આ ચિત્ર પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યે રૂચી વધે અને પોતાના જીવનમાં કલા દ્વારા કારકિર્દી બનાવી શકે તે હતો.