સુરતનું ડો.શ્યામા પ્રસાદ મુખરજી નેચર પાર્ક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
Live TV
-
સુરતનું ડો.શ્યામા પ્રસાદ મુખરજી નેચર પાર્ક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. સરવાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દક્ષિણ આફ્રિકાના પક્ષીઓ પણ નિહાળી શકાય છે. આ પ્રાણીસંગ્રહાલયમાં જળબિલાડીના રહેલા સંવર્ધને દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. જળબિલાડીની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. અહીં સંવર્ધિત જળબિલાડી દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં પણ લઈ જવામાં આવે છે. વર્ષ 2006માં પૂર આવ્યું ત્યારે તણાઈને આવેલા ત્રણ જળ બિલાડીના કેપ્ટિવ બ્રિડિંગની મદદથી હાલ ઝુમાં 17 જળ બિલાડી છે