ગરમીનો પારો 45 ડિગ્રીને આંબતા ભાવનગર પંથક અસહ્ય ગરમીનો અનુભવ
Live TV
-
અબોલ પશુ પક્ષીને પીવાનું પાણી મળી રહે તે હેતુસર કેટલાંક સંગઠન જાગૃતપણે કામ કરી રહ્યા છે. ભાવનગર માળનાથ ગ્રૂપ દ્વારા આ હેતુસર માટીના કૂંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરમીનો પારો 45 ડિગ્રીને આંબતા ભાવનગર પંથક અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યો છે. અબોલ પશુ પક્ષીને પીવાનું પાણી મળી રહે તે હેતુસર કેટલાંક સંગઠન જાગૃતપણે કામ કરી રહ્યા છે. ભાવનગર માળનાથ ગ્રૂપ દ્વારા આ હેતુસર માટીના કૂંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોના હસ્તે જનતામાં કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો એ મોટી સંખ્યામાં આપીને કૂંડા સ્વીકાર્યા હતા. ઉનાળામાં આકરા તાપમાં પશુ પક્ષી તરસે ના મરે તે માટે કાંઈક કરી છૂટવા બધા જ તત્પર હતા.