મહિસાગરઃ છપૈયાધામ ખાતે સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
Live TV
-
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા છપૈયા ધામ ખાતે બહેનોના સ્વામિનારાયણ મંદિરના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા દશાબ્દિ મહોત્સવનો પૂર્ણાહૂતિ સમારોહ પરમ પૂજ્ય આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે નિજ મંદિરમાં આરતી તથા આશિર્વાદ સાથે સંપન્ન થયો.
આ ત્રિદિવસીય મહોત્સવમાં ઘનશ્યામ બાલચરિત્રની કથા, મહા વિષ્ણુયાગ, મૂર્તિઓની નગરયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ,મહાભિષેક, સત્સંગસભા,અન્નકૂટ દર્શન, સંત પૂજન, મહા પ્રસાદના આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સંતસગીઓએ ઉપસ્થિત રહી સેવા આપી દર્શન, કથા શ્રવણનો મહાલાભ લીધો હતો. ધારાસભ્ય, અગ્રણી નગરજનો, અધિકારીઓ અને હરિભક્તોએ નવીન સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શનનો લાભ લીધો હતો