ગીર સોમનાથના આંકોલવાડી ગામમાં પાણીની સમસ્યા વિકટ બની
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સૌથી મોટા અને 12 હજારથી વધુની વસ્તી ધરાવતા આકોલવાડી ગીર ગામના લોકો માટે પાણીની સમસ્યા વિકટ બની રહી છે..ત્યારે ગામની પ્રજા પોતાના અને પશુધન માટે પાણી ખરીદવા મજબુર બની છે.
આકોલવાડી ગીરમાં પીવાના પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટર દ્વારા 10 પાણીના ટેન્કરો મંજુર કરી દેવાયા છે પરંતુ મંજૂરી ના ત્રીજા દિવસે પણ ટેન્કરો શરૂ થયા ના હોવા નું ગામના સરપંચ નું કહેવું છે.તો બીજી તરફ આકોલવાડી ગીર સહિત આજુબાજુના પાંચ ગામોની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટેની આઠ કરોડની યોજના છેલ્લા બે વર્ષથી વન વિભાગની વિલનગીરીના કારણે અધ્ધરતાલ હોવાનું આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય જીકાભાઈ સુવાગિયા એ જણાવેલ છે.